અમેરિકન ગોલ્ફર ટાઈગર વુડ્સ ટ્રમ્પની ભૂતપૂર્વ પુત્રવધૂ સાથે રીલેશનશિપ
અમેરિકન ગોલ્ફર ટાઈગર વુડ્સ ટ્રમ્પની ભૂતપૂર્વ પુત્રવધૂ સાથે રીલેશનશિપ
Blog Article
અમેરિકાનો ગોલ્ફ ખેલાડી ટાઈગર વુડ્સ ગોલ્ફની દુનિયાનું બહુ મોટું નામ છે. 49 વર્ષના આ અબજોપતિ ગોલ્ફરે હાલમાં જ તેના ‘X’ એકાઉન્ટ પર બે ફોટોગ્રાફ મૂકીને તેમના નવા સંબંધની જાહેરાત કરી હતી. વુડ્સ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભૂતપૂર્વ પુત્રવધૂ વેનેસા હેડન સાથે રીલેશનશિપમાં છે.
ટાઈગર વુડ્સે લખ્યું હતું કે, ‘લવ ઈઝ ઈન ધી એર (પ્રેમ થઈ રહ્યો છે). તમે મારી સાથે હોવાથી જિંદગી બહેતર લાગી રહી છે! અમે સાથે મળીને આ જીવનસફરમાં આગળ વધવા માંગીએ છીએ.’ આ પોસ્ટ મૂકીને ટાઈગર વુડ્સે તેમની નજીકના લોકોની પ્રાઈવસી જળવાય એ માટેની વિનંતી પણ કરી હતી. પ્રેમનો એકરાર કરતી પોસ્ટ સાથે ટાઈગર વુડ્સે બે ફોટો પણ મૂક્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પના સૌથી મોટા પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર અને વેનેસાના 2005માં લગ્ન થયા હતા. 12 વર્ષ સાથે રહ્યા બાદ 2018 માં તેમણે છૂટાછેડા લીધા હતા. તેમને પાંચ બાળકો છે. વેનેસાની પુત્રી ‘કાઈ’ જે સ્કૂલમાં ભણે છે, એ જ સ્કૂલમાં વુડ્સના બાળકો ‘સેમ’ અને ‘ચાર્લી’ પણ ભણે છે. વેનેસાની વય 47 વર્ષ છે.